ટંકારા : ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) સતીષભાઇ હમીરભાઇ અજાણા (૨) પિન્ટુભાઇ ઉર્ફે દેવરાજ અરજણભાઇ અજાણા (૩) રવીભાઇ લખમણભાઇ સિંધાળીયા (૪) સુરેશભાઇ દેવશીભાઇ ચૌહાણ અને (૫) કિરણભાઇ જગદીશભાઇ જાદવને રોકડા રૂપિયા ૧૨,૨૦૦ સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.