નવા હાઉસિંગના ત્રણ માળીયાની બિલ્ડીંગ જર્જરિત બની જતા વધુ એક વખત પારાપેટ નીચે પડતા સદનસીબે જાનહાની ટળી મોરબી : મોરબીના નવા હાઉસિંગના ત્રણ માળીયાની બિલ્ડીંગ જર્જરિત બની જતા વારંવાર પોપડા ખરતા હોવાની વચ્ચે આજે નવા હાઉસિંગના ત્રણ માળીયાની બિલ્ડીંગની પારાપેટ નીચે ઘસી પડી હતી. પણ સદભાગ્યે આ ઘટનામાં જાનહાની થઈ નથી. પણ આ ત્રણ માળીયાની બિલ્ડીંગ જોખમી બની ગઈ હોય વહેલી તકે સરકાર અને સંબધિત તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. મોરબીના શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડની સામે આવેલ નવા હાઉસિંગ બોર્ડના ત્રણ માળની ઇમારત ઘણા સમયથી જર્જરિત બનીને જોખમી બની ગઈ છે. જો કે અમુક લોકો આ જર્જરિત નવા હાઉસિંગ બોર્ડના મકાનો ગમેં ત્યારે પડે તેવી શકયતા હોવાથી પોતાના કવાર્ટર ખાલી કરીને સલામત સ્થળે ખસી ગયા છે. બાકી ગગન સામાન્ય પરિવારો પાસે આવી કોઈ સગવડ ન હોવાથી ભયના ઓથાર હેઠળ જીવન જોખમે જર્જરિત મકાનમાં વસવાટ કરી રહ્યા છે. નવા હાઉસિંગના ત્રણ માળીયા બિલ્ડીંગ જોખમી બની ગયા હોવાથી અવારનવાર નીચે નાના મોટા સ્લેબ ઘસી પડે છે. દરમિયાન આજે પણ આ જર્જરિત ત્રણ માળીયા બિલ્ડીંગની બહારની બાજુની પારાપેટ દીવાલ નીચે ઘસી પડી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પણ મોટી કોઈ દુર્ઘટના બને તે પહેલાં આ જોખમી ત્રણ માળીયા બિલ્ડીંગ અંગે સરકાર નક્કર આયોજન કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.