મોરબી : રાજ્યમાં હાલમાં વરાપ વચ્ચે છૂટો છવાયો વરસાદ રેડા ઝાપટા રૂપે વરસી રહ્યો છે અને ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈ આગાહી કરી છે અને આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત વરસાદ થવાની શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થશે. 24 કલાક પછી વરસાદની શક્યતાઓ નહીંવત છે. વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદની શક્યતાઓ છે. સુરત, નર્મદા, છોટાઉદેપુરમાં પણ વરસાદની શક્યતાઓ છે. તો બીજી બાજુ જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આવતીકાલથી દેશના ઉત્તરીય પૂર્વ ભાગોમાં હવામાનનો પલટો આવશે. 17 થી 19 ઓગસ્ટ દરમિયાન રાજયમાં વરસાદ થશે. 21 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજયમાં વરસાદ થશે. 26 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે તેમજ 26થી 31 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. ખાસ કરીને નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મઘા નક્ષત્રમાં અગસ્ત્યનો ઉદય હોવાથી 17થી 30 ઓગસ્ટ દરમિયાનનો વરસાદ ખેડૂતો માટે સારો રહેશે.