હળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામે સરકારે ફાળવેલા પ્લોટ ઉપર મકાન બનાવનાર અસામીનું મકાન પચાવી પાડનાર શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે સરકારે ફાળવેલા પ્લોટ ઉપર મૂળ રણમલપુર અને હાલમાં અમદાવાદ ગોમતીપુર ખાતે રહેતા મકાન માલિક કરશનભાઈ પુંજાભાઈ રાઠોડ દ્વારા મકાન બનાવવામાં આવ્યું હતું આ મકાન ઉપર આરોપી કાનજીભાઈ પુંજાભાઈ રાઠોડે કબ્જો કરી લેતા મકાન માલિક કરશનભાઈ પુંજાભાઈ રાઠોડની ફરિયાદને આધારે હળવદ પોલીસે લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.