મોરબી : મોરબી જીલ્લાના માળિયા તાલુકામાં આવેલા સૌરાષ્ટ્ર વિવિધલક્ષી વિકાસ ટ્રસ્ટ સંચાલિત સંગાથ વૃધ્ધાશ્રમમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે માળિયા પોલિસ સ્ટેશનમાંથી ભગીરથસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા તેમજ સૌ વડીલો સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને આઝાદીની લડતમાં સામે ક્રાંતિકારીઓ અને શહીદોને યાદ કર્યા હતા.