અવની ચોકડી પાસે આવેલ જયઅંબે સોસાયટીના રહીશોએ આત્મનિર્ભરતાનું ઉદાહરણ પૂરું પાડ્યું મોરબી : મોરબી શહેરમાં અવની ચોકડી પાસે આવેલ જયઅંબે સોસાયટીના રહીશોએ આત્મનિર્ભર ભારતના સૂત્રને સાર્થક કરી સરકાર, પાલિકા કે પંચાયતની રાહ જોયા વગર પોતાની સોસાયટીનો રસ્તો સ્વખર્ચે બનાવી સુવિધા સાકાર કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં મોરબી શહેરમાં અનેક નવી સોસાયટીઓ અને વિસ્તારોમાં રોડ રસ્તાના અભાવે લોકોને ચોમાસામાં હાલાકીનો ભોગ બનવું પડે છે તેવામાં મોરબીની અવની ચોકડી પાસે આવેલ જયઅંબે સોસાયટીના રહીશો દ્વારા આત્મનિર્ભર ભારત સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી સોસાયટીનો રસ્તો જાતે જ બનાવી પોતાની સુવિધા જાતે જ ઉભી કરી હતી.