ગટરના ગંદા પાણી ભરાવાથી લઘુ ઉધોગકારો અને વેપારીઓની માઠી દશા મોરબી : મોરબીની આર્થિક કરોડરજ્જુ ગણાતા લાતીપ્લોટ વર્ષોથી ગટર ઉભરવાની સમસ્યાથી પીડિત છે. લાતીપ્લોટમાં હવે ગટર ઉભરવાની સમસ્યાએ માજા મૂકી છે. સ્થાનિકો રજુઆત કરી કરીને થાકી ગયા પણ આ પ્રશ્ન નો હલ આવ્યો નથી. જેના કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મોરબીના લાતીપ્લોટ વર્ષોથી પ્રાથમિક સુવિધા ઝંખી રહ્યો છે. લાતીપ્લોટની તંત્રએ કાયમ ઉપેક્ષા કરી છે. આથી લાતીપ્લોટથી વર્ષોથી માઠી દશા છે. જેમાં મુખ્ય ગટર ઉભરાવવાની સમસ્યાથી લાતીપ્લોટ વધુ પ્રભાવિત છે. આ અંગે સ્થાનિક લઘુ ઉધોગકારો અને વેપારીઓએ કહ્યું હતું કે, લાતીપ્લોટ શેરી નંબર 14ના મેઈન રોડ ઉપર ગટર ઉભરાય રહી છે. ગટરના દૂષિત પાણી નદીના વહેણની માફક વહી રહ્યા છે. તંત્રને રજુઆત કરી કરીને કંટાળી ગયા પણ નિભર તંત્રની આંખ ઉડી નથી. આથી ગટર ઉભરવાની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે.