હળવદના ટિકર રણ ગામે ગૌવંશ ઉપર ઘાતક હુમલો 

- text


નરાધમ શખ્સે ગૌવંશને છરી ભોંકી, ગામલોકોએ મહામહેનતે ઘવાયેલા ગૌવંશને પકડી છરી કાઢી સારવાર આપી : નરાધમને પકડી પોલીસના હવાલે કર્યો

હળવદ : હળવદ પંથકમાં સતત ગૌવંશ ઉપર હુમલા થવાની ઘટનાઓ ફરી વધી ગઈ છે ત્યારે આવી જ એક હીંચકારી ઘટનામાં હળવદના ટિકર રણ ગામે નરાધમ શખ્સે ગૌવંશના પેટના ભાગે છરીના ઘા ઝીંક્યા હોવાનું સામે આવતા ગામલોકો રોષે ભરાયા હતા.બીજી તરફ ગામલોકોએ મહામહેનેતે ગૌવંશને પકડી તેના પેટમાંથી છરી કાઢી તેની સારવાર શરૂ કરી હતી અને બાદમાં નરાધમ શખ્સને પકડી પોલીસને હવાલે કરી દીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદના ટિકર રણ ગામે આજે વાસુદેવ નામના શખ્સે કોઇ કારણોસર ઉશ્કેરાઈ જઈને રસ્તે રખડતા એક ગૌવંશના પેટમાં છરી હુલાવી દીધી હતી. આ નરાધમે ગૌવંશના પેટના ભાગે છરી ખોસી દેતા ગંભીર ઇજા થવાથી કણસતી હાલતમાં પેટમાં છરી ભોકેલી સાથે ગૌવંશે દોડાદોડી કરી મૂકી હતી. નરાધમના આ અમાનવીય કૃત્યને પગલે ગામલોકો રોષે ભરાયા હતા. પણ ગૌવંશની સારવાર જરૂરી હોવાથી 100 જેટલા ગ્રામજનોએ 3 કલાકની જહેમતના અંતે ગૌવંશને પડકી લઈને તેના પેટમાંથી છરી કાઢી સારવાર શરૂ કરી હતી. બાદમાં નરાધમ વાસુદેવ નામના શખ્સને પણ પકડીને પોલીસને સોંપી આપતા હળવદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text