મોરબી : માળીયા તાલુકાના બોડકી ગામે રહેતા ભુમીબેન પ્રવિણભાઇ સુવારીયા ઉ.22 નામના યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ખળ બાળવાની દવા પી લેતા પ્રથમ પીપળીયા ચાર રસ્તા મધુરમ હોસ્પીટલ ત્યારબાદ આયુષ હોસ્પીટલ મોરબી અને બાદમાં વધુ સારવારમા લેન્ડમાર્ક હોસ્પીટલ રાજકોટ ખાતે દાખલ કરતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.