મોરબી : મોરબી તાલુકાના જુના ખાખરેચી ગામના પાટિયા નજીક ડ્રાયવઝન પાસે GJ-12-BW-7159 નંબરના ટ્રક ટેન્કર ચાલકે GJ-36-R-6036 નંબરના ટ્રેકટરને પાછળથી ઠોકર મારતા ટ્રેકટરના સાતી ઉપર બેઠેલા મધ્યપ્રદેશના વતની માનસિંહ ધુલીયાભાઇ મેહડા ખેતશ્રમિક યુવાનનું ટેન્કરના વ્હીલ નીચે ચગદાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના પત્ની સબલીબેન માનસિંહ મેહડાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.