મોરબી : મોરબીની વાવડી ચોકડીએ ટ્રક ટેન્કર નંબર જીજે - 12 - BW - 4509 ના ચાલકે પુરઝડપે પોતાનું ટેન્કર ચલાવી ત્રણ વાછરડાઓને હડફેટે લેતા વાછરડાઓના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે એક વાછરડાને ગંભીર ઇજાઓ પહોચતા ગૌપ્રેમી કમલેશભાઈ ભગવાનભાઈ રૂંજાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.