હળવદ તાલુકાના ગોલાસણ ગામે ડેમના કાંઠે બનેલો બનાવ હળવદ : હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં બ્રાહ્મણી ડેમના કાંઠે ભાગીદારો વચ્ચે ભાગીદારી છૂટી કરવા મામલે ડખ્ખો થતા બે શખ્સોએ યુવાનને લાકડાના ધોકા વડે માર મારી ટાંટિયા ભાંગી નાખતા હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા ખાતે રહેતા અને હળવદના ગોલાસણ ગામે મચ્છી પકડવાનો ધંધો કરતા જુમાભાઈ આદમભાઈ જામ નામના યુવાને હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે અગાઉ તેઓ આરોપીસબીરા ઈંદ્રિશભાઈ મોવરના ભાઈ સાથે ભાગીદારીમાં મચ્છીનો ધંધો કરતા હતા પરંતુ ભાગીદારી છૂટી કરી નાખતા ખાર રાખી આરોપી જુસબ ઉર્ફે જુણસો અબ્બાસભાઈ ભટ્ટી અને સબીરા ઈંદ્રિશભાઈ મોવરે લાકડાના ધોકા વડે હુમલો કરી પગ ભાંગી નાખ્યા હતા. બનાવ અંગે હળવદ પોલીસે બન્ને વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.