મોરબી : મોરબીમાં અવની અર્બન ફીડરમાં આવતા વિસ્તારોમાં ફીડર સમારકામ હેતુસર તા. 16 ઓગસ્ટના સવારના 7:30 થી 1:30 સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં ધર્મ સૃષ્ટિ સોસાયટી, શ્રીજી પાર્ક, ભક્તિનગર સર્કલ, મોમ્સ હોટેલ, સ્કાય મોલ, ઉમીયા સર્કલ, પ્રમુખ બંગ્લોઝ, અવની ચોકડી તથા અવની રોડ, શીવ પાર્ક તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રાખવામાં આવ્યો છે. મેઈન્ટેનન્સની કામગીરી પુરી થતાં કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે તેમ શનાળા પેટા વિભાગીય કચેરી પીજીવીસીએલના નાયબ ઈજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે.