માળીયા : માળીયા તાલુકાના વેણાસર ગામે નવાપરામા જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડી જુગારની મજા માણી રહેલા આરોપી ખેંગારભાઇ વિઠ્ઠ્લભાઇ અદગામા, દશરથભાઇ હીરાભાઇ કુંવરીયા, સાગરભાઇ રમેશભાઇ કુંવરીયા, શૈલેષભાઇ પ્રભાતભાઇ કુવરીયા અને જેસીંગભાઇ મેરૂભાઇ અદગામાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,600 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.