મોરબી : માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામના રેલવે ફાટક નજીક જીજે - 05 - BU - 2493 નંબરના ડમ્પર ચાલકે જાફરભાઈ ઇસ્માઇલભાઈ ભટ્ટી નામના યુવાનને હડફેટે લેતા જાફરભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાવેદભાઈ ઇસ્માઇલભાઈ ભટ્ટીએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.