પ્રદર્શન બાદ મશાલ રેલી પણ યોજાઈ, મોટી સંખ્યામાં પદાધિકારીઓ જોડાયા મોરબી : મોરબીમાં જિલ્લા ભાજપ દ્વારા વિભાજન વખતે કેવા દ્રશ્યો સર્જાયા હતા તેનું ખાસ પ્રદર્શન યોજાયું હતું. ત્યારબાદ મશાલ રેલી પણ કાઢવામાં આવી હતી. ભાજપ દ્વારા આજે વિભાજન વિભીસિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમાં આજે જિલ્લા ભાજપ દ્વારા નીલકંઠ વિદ્યાલય ખાતે પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં વિભાજન થયું ત્યારે કેવા કેવા દ્રશ્યો સર્જાયા હતા. તે સ્મૃતિનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્યાંથી નવા બસસ્ટેન્ડ નજીક આવેલ સરદાર પટેલની પ્રતિમા સુધી મશાલ રેલી યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જેઠાભાઇ મહેતા, નરેન્દ્રસિંહ ઝાલા, જ્યૂભા જાડેજા, અરવિંદભાઈ વાંસદળીયા સહિતના જોડાયા હતા.