મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામે આગામી તારીખ 19 ઓગસ્ટ ને શનિવારના રોજ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. નીચી માંડલ ગામે જયસુખભાઈ વાલજીભાઈ અઘારા અને રમેશભાઈ વાલજીભાઈ અઘારા દ્વારા 19 ઓગસ્ટ ને શનિવારે સાંજે 8-30 કલાકે ગામની પટેલ સમાજવાડી ખાતે પીઠડ ગામનું પ્રખ્યાત રામામંડળ રમાડવામાં આવશે. જેમાં રામદેવપીરજીનું જીવન ચરિત્ર ભજવવામાં આવશે. તો આ રામામંડળ નિહાળવા સર્વે ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.