મોરબી : મોરબીની વાવડી રોડ પર આવેલી જુનિયર બચપન પ્રી સ્કૂલમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ભુલકાઓએ ભારત માતા, ગાંધીજી, જવાહરલાલ નહેરૂ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, સૈનિકો, પોલિસ જેવા વિવિધ પહેરવેશમાં સેલિબ્રેશનમાં ભાગ લઈ ઉત્સાહપૂર્વક 15મી ઓગસ્ટની ઉજવણી કરી હતી.