મોરબી : સરકાર દ્વારા સ્વતંત્રતા દિવસના ભાગરૂપે 13 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને 2 હજારથી વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા દ્વારા મોરબી શહેરની અલગ અલગ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 2 હજારથી વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તમામ વિદ્યાર્થીઓને પોતાના ઘરે આ તિરંગો ફરકાવવા આહવાન કર્યું હતું.