મોરબી : વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ તથા માતૃ શકિત, દુર્ગાવાગિની તથા તમામ આયામો દ્વારા આજે અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે ભારત માતાનું પુજન કરવાનું આયોજન બસ સ્ટેન્ડની સામે, સરદાર પટેલની પ્રતિમા પાસે રાખવામાં આવ્યું હતું. ભારત માતાના પૂજનમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.