મોરબી : મોરબીમાં સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ જાણે અલગ જ દેશભક્તિનો માહોલ છવાઈ ગયો છે. સ્વતંત્રતા પર્વ નિમિત્તે જિલ્લા વહીવટી દ્વારા જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓને રોશનીથી શણગારવામાં આવી છે. જેમાં ઘણી કચેરીઓને ત્રિરંગાની રોશનીથી પણ શણગારવામાં આવી છે. આ કચેરીઓનો ઝગમગાટ જોઈને શહેરીજનો પોતાના વાહનને થોડી સેકન્ડ માટે બ્રેક પણ મારી દયે છે.