મોરબી : 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ નિમિત્તે મોરબી બંગાલી સ્વર્ણ શિલ્પી એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના ગ્રીન ચોક ખાતે સવારે 8 કલાકે ધ્વજવંદન કરવામાં આવશે. જ્યારે સવારે 10 કલાકે મોરબી બંગાલી સ્વર્ણ શિલ્પી એસોસિએશન અને સંસ્કાર બ્લડ બેંકના સહિયારા પ્રયાસથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં રક્તદાન કરનારને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાશે. આ કેમ્પમાં અનિષભાઈ, રામભાઈ, મોહિતભાઈ રાવલ, હફીજુલભાઈ, સંજીતભાઈ, તુષારભાઈ, સંજયભાઈ, મુકેશભાઈ અને ગ્રૂપના તમામ સભ્યો જેહમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં સૌને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.