મોરબી : મોરબી તાલુકા પોલીસ આજે શ્રાવણ પહેલાની જુગારની બદી ઉપર તૂટી પડી હતી. મોરબી તાલુકા પોલીસ સ્ટાફે મોરબીના ઘુંટુ ગામે બે સ્થળે જુગારના દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા આઠ આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસ સ્ટાફે બાતમી હકીકત આધારે આજે મોરબી તાલુકાના ધંટુગામ ગુંદીનાકા પાસેથી ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા રફીકશા નથુશા શાહમદાર, જેન્તીલાલ સવજીભાઇ કાવઠીયા, જયદિપ અણદાભાઇ આલ, સાગર દેવજીભાઇ માલકીયાને રોકડ ૨૭.૫૦૦ના મુદ્દામાલ સાથે જાહેરમાં જુગાર રમતા ધીરૂભાઇ નરશીભાઇસાથે ઝડપી લીધા હતા. જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસ સ્ટાફે મોરબી તાલુકાના ઘુંટુ ગામેં પંચમુખી હનુમાન મંદિર પાસેની શેરી નં દંતેસરીયા, રવિભાઇ રમેશભાઇ અદગામા, શામજીભાઇ રમેશભાઇ દંતેસરીયા, યોગેશભાઇ મનુભાઇ બારોટને રોકડ રૂ.૧૦,૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.