મોરબી : મોરબીમાં કન્યા છાત્રાલય રોડ ઉપર સાસરું ધરાવતા પરિણીતા ગર્ભવતી હોવા છતાં પતિ માર મારતો હોવાનું અને સાસુ સસરા મેણા ટોણા મારતા હોય પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં કન્યા છાત્રાલય રોડ ઉપર સાસરું ધરાવતા મિતલબેન ભાવિકભાઈ ફુલતરિયા ને પતિ ભાવિક,સસરા મનહરભાઈ શિવાભાઈ ફુલતરિયા અને સાસુ ગીતાબેન ફુલતરિયા ઘરકામ બાબતે ત્રાસ આપી મેણા ટોણા મારતા હોવાનું અને હાલમાં તેઓ પ્રેગ્નેન્ટ હોવા છતાં પતિ ભાવિક મનહરભાઈ ફુલતરિયા મારકુટ કરતો હોય મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.