મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર પ્રમુખ સ્વામી સોસાયટીમાં રહેતો શખ્સ પાડોશમાં રહેતા મહિલાના મોબાઈલ ફોનમાં ફોન કરતો હોય મહિલાના પતિએ ફોન કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે મહિલાના પતિને છરીના ઘા ઝીકી જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર પ્રમુખ સ્વામી સોસાયટીમાં રહેતા મનીષભાઈ મનસુખભાઇ સાણંદિયા નામના યુવાનના પત્નીને પાડોશમાં રહેતો દીપ રાજેન્દ્રભાઇ ગોસાઈ મોબાઈલ ફોનમાં ફોન કરતો હોય જેથી ફરિયાદી મનીષભાઈએ આરોપી દીપ સામે મળતા તેમના પત્નીને ફોન નહિ કરવા કહેતા આરોપી દીપ ઉશ્કેરાઈ ગયો હતો અને ઢીકા પાટુનો માર મારી નેફામાંથી છરી કાઢી છરીના ઘા ઝીકી દઈ હવે પછી સામે આવ્યો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા મનીષભાઈએ આરોપી દીપ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.