મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિર અને સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ -રાજકોટના સંયુક્ત ઉપક્રમે 15 ઓગસ્ટને મંગળવારના રોજ સુવર્ણ પ્રાશનનો મહા કેમ્પ તેમજ માર્ગદર્શન સેમિનાર યોજાશે. આ કેમ્પ સવારે 7.30 થી 11 વાગ્યા સુધી સાર્થક વિદ્યામંદિર ખાતે યોજાશે. જ્યારે માર્ગદર્શન સેમિનાર સવારે 8.30 થી 9.30 દરમિયાન યોજાશે. જેમાં સુવર્ણ પ્રાસન એટલે શું ? મંત્ર ઔષધી સુવર્ણ પ્રાશનમ સંસ્કાર શું છે ? સુવર્ણ પ્રાશન કેવી રીતે બને છે? સુવર્ણ પ્રાશન કોને પીવડાવી શકાય?પીવડાવવાની રીત ? સુવર્ણ પ્રાશન પુષ્ય નક્ષત્રના દિવસે વધુ અસરકારક કેમ છે?સુવર્ણ પ્રાશન થી મળેલા પરિણામો/અનુભવો સહિતના તમામ મુદ્દાઓની છણાવટ સાથે માહિતી આપવામાં આવશે . ઉપરાંત 12 વર્ષ સુધીના બાળકો તેમજ સગર્ભા બહેનોને નિઃશુલ્ક સુવર્ણ પ્રાશન પીવડાવવામાં આવશે . સાર્થક વિદ્યામંદિર મોરબી દ્વારા જાહેર જનતાને બાળકો માટે સુવર્ણ પ્રાશનનો લાભ લેવા તેમજ આ કાર્યક્રમમાં પધારવા અપીલ કરાઈ છે. સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા વિવિધ પ્રકારની ઔષધીઓ બનાવવામાં આવે છે. આ કેમ્પની સાથે સાથે વિવિધ પ્રકારની ઔષધીઓ પણ મળી રહેશે.