મોરબી : ભારતના 77માં સ્વાતંત્ર્ય દિવસની મોરબીમાં જિલ્લા કક્ષાની ઉજવણી કરવા તડામાર તૈયારી ચાલી રહી છે જે અંતર્ગત સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ તા. 14 ઓગસ્ટને સોમવારે સાંજે 6 કલાકે રંગપર ગ્રામ પંચાયતમાં આવેલા અમૃત સરોવર ખાતે એક નામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 77માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે તા. 15 ઓગસ્ટને મંગળવારે સવારે 9 કલાકે જિલ્લા પંચાયત ભવનના પટાંગણમાં ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ છગનભાઈ શિહોરાના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. આ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમમાં મોરબીની જનતાને ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા તેમજ રંગપર ગ્રામપંચાયતના સરપંચ મેઘરાજસિંહ એન. ઝાલા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.