મોરબી : છેલ્લા બે મહિનાથી મોરબી જિલ્લામાં કન્ઝટીવાઈટીસ એટલે કે આંખ આવવાના રોગોનો વધારો થયો છે. ત્યારે EMRI GREEN HEALTH SERVICE દ્વારા ધન્વંતરી રથ અને શ્રમયોગી આરોગ્ય સંજીવની (MHU) છેલ્લા 2 મહિનાથી દર્દીઓને મફત નિદાન અને ચકાસણી કરીને ફ્રી દવા વિતરણ કરવામાં આવે છે. ધન્વંતરિ રથ દ્વારા આજરોજ તા. 12ને શનિવારે બપોરના 12 કલાકે સોની બજાર, ગ્રીન ચોક વિસ્તારમાં પરપ્રાંતિય મજૂર તથા કારીગરોનું વિનામુલ્યે આરોગ્ય ચકાસણી રાખવામાં આવી છે. મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં અને મોરબી જિલ્લામાં શ્રમયોગી આરોગ્ય સંજીવની અને ધનવંતરી આરોગ્ય રથ કાર્યરત છે. મોરબી જિલ્લામાં ધનવંતરી રથ કન્સ્ટ્રક્શન સાઇટ કડિયા નાકા તેમજ શ્રમિક વસાહતો શ્રમિકોને નિ:શુલ્ક દવા આપવામાં આવે છે ધનવંતરી રથમાં LAB ની પણ સુવિધા ઉપલબ્ધ છે જેમાં BLOOD SUGAR malaria test hemoglobin વગેરે રિપોર્ટ નિ:શુલ્ક કરવામાં આવે છે અને શ્રમયોગી આરોગ્ય સંજીવની દ્વારા સીરામીક (કારખાનામાં) જઈને મજૂરોને ફ્રી માં દવા વિતરણ તેમજ લેબ કરવામાં આવે છે. જૂન મહિનામાં 170 અને જુલાઈ મહિનામાં 568 એ બે મહિનામાં 738 જેટલા આંખના દર્દીની તપાસ અને મફત દવા આપવામાં આવી છે. મોરબી જિલ્લામાં ધનવંતરી અને શ્રમયોગી આરોગ્ય સંજીવની માં ડોક્ટર,પેરામેડિક, પાયલોટ, લેબ ટેકનીશીયન, અને લેબર કાઉન્સિલર દ્વારા દર્દીઓને આ પ્રકારના રોગોને અટકાવવા સમજણ અને તેના માટે શું કરવા તે વિશે માહિતી આપવામાં આવી હતી.