મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મહેન્દ્રનગર અને ત્રાજપર ગામે જુગારના અલગ અલગ બે દરોડામાં 10 જુગારીઓને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મહેન્દ્રનગર ગામે ઉગમણા ઝાપા પાસે, શીતળામાં વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી લક્ષ્મણભાઇ બાબુભાઇ સનુરા, કિશોરભાઇ મગનભાઇ ભોજવીયા, દિલીપભાઇ કેશુભાઇ દેત્રોજા, વિજયભાઇ શંકરભાઇ ધામેચા અને રવિભાઇ કનુભાઇ ગૌસ્વામીને રોકડા રૂપિયા 3250 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. જયારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ગામે પંચની મેલડીમાં વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ઇમ્તીયાઝભાઇ સુલતાનભાઇ મોડ, ઇમરાન સુલતાનભાઇ મોડ, મુન્નાભાઇ દિલીપભાઇ ડેડાણીયા, કિરણભાઇ કાનાભાઇ ટીડાણી અને અમીતભાઇ જગદિશભાઇ ટીડાણીને રોકડા રૂપિયા 4290 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.