વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભોજપરા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે પર્યાવરણ પ્રેમી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાડધરાના ફાર્માસિસ્ટ નિલેશભાઈ સરાસવાડીયા દ્વારા વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વન મહોત્સવ અંતર્ગત મેડીકલ ઓફિસર ડો. અજય ચાવડા તથા સ્ટાફ તેમજ નિલેશભાઈ દ્વારા 100 જેટલા વિવિધ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. નિલેશભાઈએ વૃક્ષોના ઉછેરમાં અડચણ ન થાય તેનું ધ્યાન રાખતા રાજકોટની સામાજીક સંસ્થા પાસેથી નિ:શુલ્ક પીંજરા પણ મેળવી લગાવ્યા હતા. આ પહેલા પણ નિલેશભાઈ દ્વારા પ્રા.આરોગ્ય કેન્દ્ર-ટીકર(રણ) માં પણ વૃક્ષોનું રોપણ કરી પર્યાવરણને સ્વચ્છ રાખવા તથા વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી કરવા સહભાગી બન્યા હતા.