સરદાર બાગ સામેની શાકમાર્કેટ હટાવી દેતા ધંધાર્થીઓએ કલેક્ટર સમક્ષ રજુઆત કરી શાક માર્કેટ ચાલુ કરવાની માંગ કરી મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલ સરદારબાગની સામે ભરાતી શાક માર્કેટને આજે નગરપાલિકાએ હટાવી દેતા શાક બકાલાના 300થી વધુ સામાન્ય ધંધાર્થીઓ બેરોજગાર બની ગયા છે. આથી શાક બકાલાના 300થી વધુ સામાન્ય ધંધાર્થીઓએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરીને રોજી રોટી ન છીનવાઈ તે માટે શાક માર્કેટ ચાલુ કરવાની માંગ કરી હતી. મોરબીના સરદાર બાગ સામે શાક માર્કેટમાં શાકભાજી વેચતા લોકોએ કલેક્ટરને આવેદન જણાવ્યું હતું કે, તેઓ શનાળા રોડ ઉપર સરદાર બાગ સામેની જગ્યામાં આશરે ત્રણ વર્ષ ઉપરાંતથી શાક બાકાલાઓ તથા ફુટ વેચાણ કરી આશરે 300થી 350 લોકો પરીવારનું ગુજરાન ચલાવી રહ્યા છીએ. દરમિયાન આજે સવારે મોરબી નગરપાલીકામાંથી સ્ટાફ તથા પોલીસ સ્ટાફ સરદારબાગ સામે ભરાતી શાક માર્કેટ વાળાઓને શાક માર્કેટ હવે અહીંયા નહી ભરવાની તે અંગે અમો શાક બકાલા વેચતા લોકોને ઉભા કરવા માટે આવ્યા હતા અને શાક માર્કેટ હટાવી દીધી હતી. જો કે કોરોના પહેલા નેહરૂ ગેઈટ ચોકમાં આ લોકો શાકભાજી વહેંચીને પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ કોરોનાની મહામારીના કારણે શાક બકાલા વેચતા લોકોને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં શાક બકાલા વેચવા માટે નગરપાલીકાએ જણાવેલ તેથી છ મહીના સુધી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં શાક બકાલા વેચતા હતા ત્યારબાદ મોરબી નગરપાલીકા એ છ મહીના બાદ સરદારબાગની સામે ગ્રાઉન્ડ જયાં પાર્કીંગ કરતા હતા ત્યાં શાક બકાલા વેચવા માટે કહેલ તે જ જગ્યા ઉપર આશરે 300 થી 350 લોકો ત્રણ વર્ષ ઉપરાંતથી સવારે 5 થી 9 30 વાગ્યા સુધી જ શાક બકાલા વહેંચીને પરીવારનું ગુજરાન ચલાવીએ છીએ. સવારના ટાઈમ પર માત્ર 4 કલાક શાક માર્કેટ પર શાક બકાલા વહેંચીને સદર ઉપરોકત ગ્રાઉન્ડ સાફ સફાઈ કરીને બધા ત્યાંથી ઉભા થઈ જાય છીએ અને ત્યારબાદ બીજા અન્ય લોકો ત્યાં પાર્કીંગ પણ કરી શકે છે તેમજ આ શાક માર્કેટ ચાલુ હોય તેટલા સમયમાં કોઈ ટ્રાફીક સમસ્યા સર્જાતી નથી તેમજ ટ્રાફીકની સમસ્યા ન સર્જાય તે માટે તેઓ શાક માર્કેટમાં શાક બકાલા વેચાનરે પોતાના ખર્ચે ચાર ગાર્ડ રાખેલ છે. આથી આ જગ્યામાં શાક બકાલા વહેંચીને અમારા 300 પરીવારના સભ્યોનું ગુજરાન ચાલે છે જો આ શાક માર્કીટ અહીંયાથી ઉભી કરવામાં આવશે તો 300થી 350 પરીવાર લોકીને નાણામાં ન પુરી શકાય તેટલુ નુકશાન થાય તેમ છે 300થી 350ના પરીવારોને બેરોજગાર તથા ભુખમરો વેઠવો પડે તેમ છે. આથી આ બાબતે જો યોગ્ય કાર્યવાહી કરી 300 થી 350ના પરીવારના સભ્યોને શાક માર્કીટ ચલાવવા દેવાની માંગ કરી છે.