જમીનના સોદા માટે સગા સંબંધીઓ પાસેથી 32 લાખ ઉછીના લીધા બાદ નાણાં પરત ન આપી શકતા પોતે ઘર છોડયાની કબૂલાત મોરબી : મોરબી બાયપાસ ઉપર પાપજી ફનવર્ડ પાસે આંનદનગરમાં રહેતા જમીન મકાનના ધંધાર્થી આધેડ ગત મે મહિનામાં લાપતા બન્યા બાદ હેમખેમ મળી આવતા પોલીસે અને પરિવારજનોએ રાહત અનુભવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી બાયપાસ ઉપર પાપજી ફનવર્ડ પાસે આંનદનગરમાં રહેતા જમીન મકાનના ધંધાર્થી અશોકભાઈ કરશનભાઇ ભટ્ટી ગત તા.23ના રોજ પોતાના ઘેરથી કોઈને કહ્યા વગર ગુમ થઈ જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુદા નોંધ કરાવવામાં આવી હતી. જે બાદ ગત તા.8 ઓગસ્ટના રોજ તેઓ મળી આવતા પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. વધુમાં ગુમ થયેલ અશોકભાઈ જમીન મકાનનો ધંધો કરતા હોય એક સોદા માટે સગા સંબંધીઓ પાસેથી 32 લાખ લીધા હતા પણ સોદો રદ થતા પોતે કરેલ રોકાણ પરત ન ચૂકવી શકતા ઘર છોડી ચાલ્યા ગયાનું હાલમાં પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.