નગર પાલિકા દ્વારા ગાંધીચોકથી બાયપાસ સુધીના ટ્રાફિકને નડતર દબાણો હટાવવાની કાર્યવાહી કરી : સરદાર બાગ ચોકમાથી શાકભાજીના ફેરિયાને હટાવ્યા મોરબી : મોરબી નગરપાલિકા તંત્રએ લાંબા સમય બાદ બુલડોઝરની ધણધણાટી બોલાવી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં પાલિકા તંત્રએ ગાંધીચોકથી બાયપાસ સુધીના ટ્રાફિકને દબાણો હટાવવાની કાર્યવાહી કરી હતી અને દુકાનો બહારના છાપરા તેમજ 40થી વધુ લારી ગલ્લાઓને હટાવી દેવામાં આવ્યા હતા. તેમજ સરદાર બાગ ચોકમાં કોરોના વખતથી બેસતા શાકભાજીના ફેરિયાને હટાવ્યા મોરબી નગરપાલિકા તંત્ર આજે લાંબા સમય પછી ટ્રાફિકને નડતરરૂપ રોડ ઉપરના આડેધડ દબાણો પર તૂટી પડ્યું હતું અને નગરપાલિકા તંત્રએ ગાંધીચોકથી શનાળા બાયપાસ સુધીના દબાણો હટાવવાની કાર્યવાહી કરી હતી. જેમાં ગાંધીચોકથી શનાળા બાયપાસ સુધીના ટ્રાફિકને નડતરરૂપ લારી ગલ્લાને હટાવી દેવામાં આવ્યા હતા. તેમજ બાયપાસ પાસે દુકાનો ધરકોએ છાપરા બહાર કાઢ્યા હોય અને ખાણીપીણીના ધંધાર્થીઓએ પણ બહાર છાપરા ખડકી દીધા હોય આ છાપરાઓ અગાઉ હટાવ્યા બાદ ફરી ખડકી દેતા આજે પાલિકાએ આ તમામ દુકાનો બહારના રોડ પરના 15થી 20 જેટલા છાપરા હટાવી દીધા હતા. તેમજ 40 જેટલા લારી ગલ્લાના દબાણો હટાવી દીધા બાદ સરદાર ચોકમાં કોરોનાથી હંગામી ધોરણે બેસતા શાકભાજીના ફેરિયાઓને પણ હટાવી દીધા હતા.