મોરબી : વાંકાનેરના માટેલ રોડ ઉપર રહેતો યુવાન મોરબી પોતાના સસરાના ઘેર આવતા સસરાના ઘર પાસે જ રહેતા આ યુવાનના બનેવીએ યુવાનને અહીં કેમ આવ્યો કહી વિનકારણે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર રહેતા રોહિતભાઈ રમેશભાઈ વાઘેલા મોરબી તેમના સસરાના ઘેર આવતા તેમના સસરાના ઘર નજીક રહેતા રોહિતભાઈના બનેવી ગેલાભાઈ ભીખાભાઇ નૈયા અને તેમના ભાણેજ પ્રકાશભાઈએ રાત્રે અચાનક ધસી આવી અહીં કેમ આવ્યો કહી લાકડાના ધોકા વડે રોહિતભાઈને માર મારતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.