લાઈટ ન હોવાથી ઇલેક્ટ્રિક મોટર બંધ રહેતા ગામમાં પાણી વિતરણમાં તકલીફ મોરબી : માળીયાના બગસરા ગામે વારંવાર વીજ ધાંધિયાથી ગામલોકોને હેરાનગતિ ભોગવવી પડે છે અને લાઈટ ન હોવાથી ઇલેક્ટ્રિક મોટર બંધ રહેતા ગામમાં પાણી વિતરણમાં તકલીફ પડે છે આથી ગ્રામ પંચાયતે વીજ તંત્રને રજુઆત કરી પૂરતો પાવર આપવાની માંગ કરી છે. માળીયાના બગસરા ગ્રામ પંચાયતે પીપળીયા પેટા વિભાગના નાયબ ઈજનેરને રજુઆત કરી હતી કે, માળીયાના બગસરા ગામે તાજેતરમાં વીજળી લાઈટના ઘણા બધા ફોલ્ટ સર્જાયા છે. જેમાં ટીસીમાં ફોલ્ટ થવાથી વારંવાર વીજળી ગુલ થાય છે. અગાઉ આ વીજ તંત્રને રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં બગસરા ગામેં લાઇટ આવી નથી. લાઈટ ન હોવાથી ઇલેક્ટ્રિક મોટર બંધ હોય પાણી વિતરણમાં સમસ્યા ઉભી થાય છે અને લાઈટ ન હોવાથી ગામલોકોને ભારે પરેશાની ભોગવવી પડે છે. તેથી આ વીજળી ગુલનો પ્રશ્ન હલ કરવાની માંગ કરી છે.