વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા પોલીસે જુગારના અલગ અલગ બે દરોડામાં વાંકાનેર શહેરમાંથી ચાર અને ઓળ ગામેથી ચાર જુગારીઓને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસ ટીમે ગાયત્રી મંદિર નજીક મફતિયાપરામાં દરોડો પાડી આરોપી કૈલાશભાઇ બટુકભાઇ ધરોલીયા, વિજયભાઇ ચુનીલાલભાઇ ચારોલીયા , કિશનભાઇ બટુકભાઇ ધરોલીયા અને ચુનીલાલભાઇ જીવાભાઇ ચારોલીયાને રોકડા રૂપિયા 11,430 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. જ્યારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે ઓળ ગામે જાહેરમાં જુગાર રમતા આરોપી હષૅદભાઇ કાળુભાઇ વીંઝવાડીયા, અક્ષયભાઇ ગીલાભાઇ વીંઝવાડીયા, સંજયભાઇ પ્રભુભાઇ કગથરા અને ગોપાલભાઇ ઘોઘાભાઇ સોરીયાને રોકડા રૂપિયા 12,400 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.