મોરબી : મોરબી જિલ્લાની વનાળીયા સરકારી માધ્યમિક શાળામાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમના ભાગરૂપે સફાઈ અભિયાન તેમજ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં શાળાના શિક્ષકો તેમજ તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતા. વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાના વર્ગખંડની સફાઈ કરવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોએ શાળાની કમ્પાઉન્ડ વોલ તેમજ તેની આસપાસ સફાઈ કરી વૃક્ષારોપણ કર્યું હતું. આ સાથે વૃક્ષોના જતન તેમજ પર્યાવરણના રક્ષણ માટેના બધાએ સંકલ્પ લીધા હતા.