મોરબી : મોરબી જીલ્લાના માધ્યમિક શાળાઓના કર્મચારીઓની મંડળીની 32મી વાર્ષિક સાધારણ સાધારણ સભા તા. 6 ના લજાઈ જોગ આશ્રમ મુકામે યોજવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્ય્ક્ષ સ્થાને મંડળીના પ્રમુખ લલીતભાઈ કાવર રહેલ, ઉપરાંત મુખ્ય મહેમાનોમાં રાજકોટ જીલ્લા સહકારી બેન્કના ડીરેકટરો અમુભાઈ વિડજા, દલુભાઇ બોડા અને કુંડલીયા તથા બેન્ક મેનેજર ભુત, કાલરીયા ઉપસ્થિત રહેલ હતા. સાધારણ સભામાં 125થી વધુ સભાસદો હાજર રહ્યા હતા. આ તકે દલુભાઇ અને અમુભાઈએ સહકારી મંડળીઓના લાભ વિષે કર્મચારીઓને માહિતગાર કર્યા હતા, અને મંડળી દર વર્ષે પ્રગતિ કરે તેવી આશા વ્યકત કરેલ. લાલજીભાઈ કગથરા છેલ્લા 12 વર્ષથી મંડળીના પ્રમુખ પદે રહી નિવૃત થયા હતા અને તેઓએ મંડળી ઉતરોતર પ્રગતિ કરે તેવે સુભેચ્છા આપી હતી. ગત વર્ષના વાર્ષિક અહેવાલનું વાંચન સંજીવભાઈ જાવિયા એ કરેલ. કાર્યક્રમમાં કર્મચારીઓના સંતાનો કે જેઓએ માર્ચ 2023ની બોર્ડની પરીક્ષામા શ્રેષ્ઠતમ સિદ્ધિ હાંસલ કરેલ તેઓનું શિલ્ડ, પ્રમાણપત્ર તથા ઇનામ અર્પણ કરી સન્માનિત કરેલ. તથા ગત વર્ષે નિવૃત થયેલ 15 કર્મચારીઓનું શાલ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ. અંતે આભારવિધિ નરેન્દ્રભાઈ દેથરીયાએ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજીવભાઈ જાવિયાએ કરેલ હતું.