મોરબી એલસીબી ટીમે કરેલી કાર્યવાહી હળવદ : હળવદના ભવાની નગર ઢોરો વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો રહેણાંકમાં છુપાવી વેચાણ થતું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી એક શખ્સને 120 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. આ કિસ્સામાં અન્ય બે શખ્સની સંડોવણી ખુલતા પોલીસે બન્નેને ફરાર દર્શાવી ત્રણ શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ હળવદના ભવાની નગર ઢોરો વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો રહેણાંકમાં આરોપી વિશાલ ઉર્ફે ભોડી પ્રવીણભાઈ બાબરીયા નામનો શખ્સ વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી વિશાલ ઉર્ફે ભોડી પ્રવીણભાઈ બાબરીયા વિદેશી દારૂની 120 બોટલ કિંમત રૂપિયા 45 હજારના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયો હતો. વધુમાં પોલીસની પૂછપરછમાં આરોપી વિશાલ ઉર્ફે ભોડી પ્રવીણભાઈ બાબરીયાએ દારૂના વેપલામાં અન્ય આરોપી કિશન ઉર્ફે કાળું પ્રવિણ બાબરીયા અને ચિરાગ સુરેશ બાબરીયાની સંડોવણી કબુલતા એલસીબી ટીમે વિશાલ ઉર્ફે ભોડીને ઝડપી લઈ ત્રણેય વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.