રસોઈ કામ કરતા શખ્સે ઘરમાં જુગારધામ શરૂ કર્યું ને 9 ઝડપાયા મોરબી : મોરબીના દરબારગઢ નજીક હીરોના શોરૂમ પાછળ હનુમાન શેરીમાં રસોઈ કામનો વ્યવસાય કરતા કરતા યુવાને ઘરમાં જુગારધામ શરૂ કર્યું હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી 9 જુગારીઓને જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના દરબારગઢ નજીક આવેલ હીરો શોરૂમ પાછળ હનુમાનશેરીમાં રસોઈકામ કરતા આરોપી રાકેશગીરી બળવંતગીરી ગૌસ્વામીએ ઘરમાં જુગારધામ શરૂ કર્યું હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા આરોપી રાકેશગીરી બળવંતગીરી ગૌસ્વામી, નીમીશભાઇ મનુભાઇ પંડ્યા, રાકેશભાઇ જયંતીભાઇ મકવાણા, સંદીપભાઇ જયંતીભાઇ ગોહીલ, પ્રિન્સભાઇ રાજેશભાઇ પીઠડીયા, નીતીનભાઇ ભરતભાઇ બાંભવા, જયરાજભાઇ ભુપતભાઇ ગોહીલ, ઉતમભાઇ નીતીનભાઇ મક્વાણા અને રુત્વીકભાઇ હરેશભાઇ ટોયટા નામના જુગરીઓ રોકડા રૂપિયા 11,450 સાથે જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. આ મામલે પોલીસ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.