વાંકાનેર : પ્રાથમિક શિક્ષણ સંઘ મોરબી દ્વારા વાંકાનેર ખાતે નવ નિયુક્ત રાજ્યસભાના સાંસદ મહારાજા કેસરી દેવસિંહ ઝાલાનું સન્માન કરવામાં આવ્યું હતું. વાંકાનેર ગરાસિયા બોર્ડિંગ ખાતે ગઈકાલે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દીપ પ્રાગટ્ય બાદ પ્રાથમિક શિક્ષણ સંઘ મોરબી જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા, મહામંત્રી દિનેશભાઈ હુંબલ, તેમજ જિલ્લા સંઘના હોદેદાર સહ વાંકાનેર પ્રમુખ યુવરાજસિંહ વાળા, મહામંત્રી આબિદઅલી કોવડીયા તેમજ વાંકાનેર સંઘ સદસ્ય મિત્રો તેમજ ટંકારા સંઘ મહામંત્રી વિરમભાઇ દેસાઈ, સહ સંઘ મિત્રો દ્વારા નવનિયુક્ત રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.