મોરબી : મોરબી તાલુકા પોલીસે મોરબી - માળીયા હાઇવે ઉપર ગાળા ગામના પાટિયા નજીકથી બાતમીને આધારે આરોપી મહમદહનીફ ફારૂકભાઈ ભટ્ટી, રહે. નવલખી ફાટક પાસે મોરબી વાળાને સ્કોર્પિયો કારમાં 200 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 4000 તેમજ 2 લાખની સ્કોર્પિયો કાર સહિત 2.04 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.