મોરબીથી રાજકોટ- અમદાવાદ અને લોકલ સહિતના ભાડાના નવા ભાવ જાહેર કરાયા મોરબી : મોરબી ટેક્સી એસોસિએશનની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં મોરબીથી હીરાસર એરપોર્ટનું સેડાનનું રૂ. 1500 અને અર્ટિગાનું રૂ.2000 ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય રૂટના ભાડા પણ જાહેર કરવામા આવ્યા હતા. મોરબીમાં આજે ભાડા અંગે નિર્ણય લેવા માટે ટેક્સી એસોસિએશનની મિટીંગ યોજાઈ હતી. જેમાં ટેક્સી એસોસિએશનના પ્રમુખ મનીસભાઈ ભોજાણી, જયરાજસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ તેમજ કમિટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાઉન્ડ ટ્રીપના ભાવ સેડાન 11++ ડ્રાઇવર 300, નાઈટ હોલ્ટ 300, રાઉન્ડ ટ્રીપના ભાવ અર્ટિગા 13++ ડ્રાઇવર 300 અને નાઈટ હોલ્ટના 300 નક્કી કરવામાં આવ્યા હતા. ટેક્સીનું નવું ભાડા પત્રક મોરબીથી અમદાવાદ - સેડાન - રૂ. 2500 અમદાવાદથી મોરબી -સેડાન - રૂ.2500 મોરબીથી અમદાવાદ - આર્ટિગા - રૂ. 2800 અમદાવાદથી મોરબી -આર્ટિગા - રૂ.2800 લોકલ મોરબી - સેડાન - રૂ.2200 લોકલ મોરબી - અર્ટિગા - રૂ.2700 મોરબીથી રાજકોટ - સેડાન - રૂ.1500 રાજકોટથી મોરબી - સેડાન- રૂ.1500 મોરબીથી રાજકોટ - અર્ટિગા - રૂ.2000 રાજકોટથી મોરબી - અર્ટિગા- રૂ.2000 મોરબીથી હીરાસર - સેડાન- રૂ.1500 હીરાસરથી મોરબી - સેડાન - રૂ.1500 મોરબીથી હીરાસર - અર્ટિગા- રૂ.2000 હીરાસરથી મોરબી - અર્ટિગા - રૂ.2000