મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનું અદેપર ગામમાં લાઈફ સંસ્થા દ્વારા શાળા નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વાંકાનેર તાલુકાનું છેવાડાનું ગામ એટલે અદેપર ગામ. જ્યાં લાઈફ સંસ્થા દ્વારા શાળા નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મંગુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના નવઘણભાઈ મેઘાણી, તાલુકા પંચાયતના સદસ્ય જિજ્ઞાસાબેન મેર, ગામના સરપંચ તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દાતા દોશી પરિવાર અને લાઈફ સંસ્થાનો તેમજ સ્થાનિક દાતાઓનો અને શાળાની SMC કમિટીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગામ લોકો દ્વારા ઝાંસીની રાણીની ઉપમા આપવામાં આવી તેવા શાળાના આચાર્ય ડો. લાભુબેન કારાવદરા દ્વારા શાળાની મંજૂરી મેળવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી તેમજ શાળાને મંજૂરી આપવા બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અંબારીયા, વાંકાનેર બી. આર. સી. કો. મયુરસિંહ પરમાર, સી. આર. સી. કો-ઓર્ડીનેટર દિવ્યેશભાઈનો પણ ગામ લોકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફમિત્રો અતુલભાઈ, નિલેશભાઈ તેમજ સુરેશભાઈએ જહેમત ઉઠાવી હતી.