3 હજાર પુસ્તકોનો ખજાનો વિનામૂલ્યે વાંચવા મળશે મોરબીઃ મોરબીની વાંચન પ્રિય જનતા માટે આવતીકાલે તારીખ 6 ઓગસ્ટ ને રવિવારના રોજ મોરબીના શનાળા રોડ પર આવેલા સરદારબાગ ખાતે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તારીખ 6 ઓગસ્ટ ને રવિવારના રોજ સવારે 9 વાગ્યાથી 11-30 વાગ્યા સુધી મોરબીના શનાળા રોડ પર આવેલા સરદારબાગ ખાતે પુસ્તક પરબનું આયોજન કરાયું છે. મોરબીમાં આ 57મો પુસ્તક પરબ કાર્યક્રમ યોજાશે. જેમાં વાચકોને 3 હજારથી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનો ખજાનો વિનામૂલ્યે વાંચવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.