મોરબી : બ્રહ્મલિન પૂજ્ય સંત કલ્યાણદાજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિની પીપળીના ઉદાસીન આશ્રમ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગઈકાલે રાત્રે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યારે આજે સવારે પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય બાપુની સમાધિમાં પૂજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય શરદમુની બાપુ દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 250 સાધુ સંતો પધારેલ હતા. આ પ્રસંગે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતયા, ચંદ્રકાન્ત દફતરી, રાકેશભાઈ અમૃતિયા, અનોપસિંહ જાડેજા, ભુપતભાઇ -મહેશ હોટલ,કાનજીભાઈ પટેલ - પીપળી અને સમસ્ત પીપળીના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.