મોરબીના મકનસર પોલીસ હેડ કવાટર્સ પાસે બનેલી ઘટના મોરબી : મોરબીના મકનસર ગામે રહેતા દંપતિ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયા બાદ ઘેરથી બાઈક લઈને નીકળી ગયેલા પતિએ મકનસર પોલીસ હેડ કવાટર્સ પાછળ મચ્છુ - 2 ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મકનસર ગામે રહેતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામના રહેવાસી અશોકભાઈ વિનોદભાઈ ત્રિવેદી ઉ.37 નામના યુવાનને પોતાના ઘેર પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થતા રિસાઈને પોતાનું બાઈક લઈને નીકળી ગયા હતા. બાદમાં મકનસર પોલીસ હેડ કવાટર્સ પાછળ ખુલ્લા પટ્ટમાં બાઈક મૂકી અશોકભાઈએ મચ્છુ - 2 ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.