મોરબી : ગઈકાલે તારીખ 3 ઓગસ્ટના રોજ મોરબીના સેવાભાવી જીગ્નેશભાઈ દોશી (ડોમા સરફેશ)ના પુત્ર રુદ્ર દોશીના 8માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જીગ્નેશભાઈ દોશીએ પોતાના પુત્રના જન્મદિવસ નિમિત્તે જૈન સંપ્રદાય મોરબી ગ્રુપ દ્વારા મોરબીના એલઈ કોલેજ રોડ પર આવેલા અગ્નેશ્વર મહાદેવ મંદિર પાસે ચાલતા શિક્ષણ સેવાયજ્ઞમાં અભ્યાસ કરતાં બાળકોને યુનિફોર્મની ભેટ આપી હતી. પુત્રના જન્મદિવસે સેવાભાવી દ્વારા બાળકોને યુનિફોર્મની સાથે કેક અને નાસ્તો પણ કરાવાયો હતો. મહત્વનું છે કે જીગ્નેશભાઈ દોશી પોતાના પુત્રની દરેક જન્મદિવસની ઉજવણી વૃદ્ધાશ્રમ, કન્યા (અનાથ આશ્રમ), અંધજન મંડળ સહિતની જગ્યાએ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ તેઓએ બાળકોને યુનિફોર્મ વિતરણ કરીને જન્મદિવસ ઉજવ્યો હતો. આ ઉજવણીમાં જૈન સંપ્રદાય ગ્રુપના પરેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. જીગ્નેશભાઈ દોશી દ્વારા આ અનોખી સ્કૂલના તમામ સેવાભાવી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ વિક્રમભાઈ મહેતા, જૈન સોશિયલ ગ્રુપ સૌરાષ્ટ્ર રિજિયન બાળ સંસ્કાર કમિટીના ચેરમેન પરેશભાઈ મહેતા, જૈન સોશિયલ ગ્રુપના સેક્રેટરી હિતેશભાઈ મહેતાનો આ અમૂલ્ય ભેટ અને આજના કાર્યક્રમ બદલ શાળાના શિક્ષકોએ આભાર વ્યક્ત કર્યો હતો.