મોરબી : મોરબી તાલુકાના સોખડા ગામના પાટિયા નજીક આવેલ ફાસ્ટેન લેમીનેટ નામના કારખાનામાં કામ કરતા અને લેબર કવાટર્સમાં રહેતા જૂનાગઢ જિલ્લાના ડેરવાણ ગામના વતની પ્રફુલભાઈ હમીરભાઈ બકુત્રા ઉ.35 નામના યુવાને કોઈ કારણોસર લેબર ક્વાર્ટરમા પંખામાં ચાદર બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.