ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના પાટિયા પાસે ગત તા.28 જુલાઈના રોજ જીજે - 18 - U - 7389 નંબરના ટ્રક ચાલકે ધનજીભાઈ વસરામભાઈ દેસાઈને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ બાદ ટ્રક ચાલક નાસી જતા મૃતકના ભત્રીજા ભરતભાઇ કાનજીભાઈ દેસાઈએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.